કયારેક અટકે વિચારોમાં અટકીને રાખજો,
જિંદગીમા આવે ખાડો ટેકરો ઠેકીને રાખજો.
સંધર્ષ ભરેલો છે પથ,સંભાળીને ચાલજો,
પણ કયાંક વાવિને ઉપજ લણીને રાખજો.
મતલબી છે આ દુનિયા હિંમત રાખવી પડે,
છતાં આપણા હોય ત્યા જતું કરીને રાખજો.
ફૂલ રોજ ખીલેજ છે, ઉર્જા ભર્યા બાગમાં,
નિરાશાને ફાગણ જેમ મનમૂકીને રાખજો.
બધીરાતો અંધકારમય નથી હોતી"અતુલ"
અમાસની રાતે દીવો પ્રગટાવીને રાખજો...
-Atul Bhatti