એવાં ક્યાં નસીબ હતાં કે વણમાગ્યું સામેથી મળે.
એવાં ક્યાં નસીબ હતાં કે મનચાહ્યું આપણને મળે.
તેલ નીકળી જાય એવી કસરત કરાવી એ કીસ્મતે,
એવાં ક્યાં નસીબ હતાં કે આપણે કહ્યું એ જ મળે.
ગણતરી ખોટી પડી જિંદગીની શતરંજમાં ખેલતાં,
એવાં ક્યાં નસીબ હતાં કે આપણું ધાર્યું સ્હેજે મળે.
અપમાન ઘૂંટ ગળીગળીને વિષ પણ મીઠું મને લાગે,
એવાં ક્યાં નસીબ હતાં કે કોઈનું કર્યું એનું ફળ મળે.
સફળતા તો હાથતાળી દૈને હરવખ્ત ચાલી જનારી,
એવાં ક્યાં નસીબ હતાં કે દર્પણ ધર્યુંને મુસ્કાન મળે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.