મનમાં એક આસ બંધાણી છે,
સંગ તારી રાસ રમવાની ઈચ્છા જાગી છે.
મનનાં વિચારે આંખ લલચાણી છે,
મુખડું તારું જોવા દિલમાં તાલાવેલી જાગી છે.
હૃદયે તારી જગ્યા મંડાણી છે,
આગમનની આહટે રોમ રોમમાં ઝણઝણાટ જાગી છે.
દોસ્ત! આજ પ્રીતમહિ ખેંચાણી છે,
રાસલીલાનાં મોહે થનગનાટ જાગી છે.