Gujarati Quote in Funny by Jatin Bhatt... NIJ

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવરાત્રી માણો હાસ્યરસ સહિત
' નિજ ' ની સાથે ...

_પત્ની પડોશણ ની આગળ પતિના પુષ્કળ વખાણ કરી રહી હતી:
' અમારા એ તો બહુજ સ્ફૂર્તિલા, હમણાં નવરાત્રી માં ગરબા ગાવા જાય તો ગરબા માં પહેલા એજ ઉતરે, પછી બહેનો ઉતરે, ને શરૂઆત થી છેક સુધી પાછા રમે, પછી ટીમલી , સનેડો આ બધું પણ, પાછું સવારે વહેલા ઊઠી ને પાછું કામ પર તો જવાનું જ ',
પડોશણ અભિભૂત થી સાંભળી રહી હતી, ને મનોમન પોતાનો પતિ આવો કેમ નથી તે અફસોસ કરતી હતી ,
પત્ની આટલી વાતો કરી બેડરૂમ માં આવી તો પતિદેવ બેઠા બેઠા પગે આયોડેકસ ઘસતા હતા, ને ધીમા અવાજે કરાંજતા હતા ' અલી પાણી ગરમ કરી આપ, અંદર મીઠું નાખી દે ને બોસ ને ફોન કરી દે કે ઓફિસે આજે નઈ અવાય , ઓ.., માં, ઓ.... માં '...

_મિત્ર બીજા મિત્ર ને નોટિસ બોર્ડ બતાવી ને:
' વરસાદ કેમ પડ્યા કરે છે ,એ તને ખબર છે?
' ?'
' વાંચ ,શું લખ્યું છે? કે સોસાયટી ના તમામ ભાવિક ભક્તો ને આરતી મા અને ગરબા માં આવવાનું *ભાવભીનું* આમંત્રણ છે ,
' હાં, તો '
' એટલે ભક્તો ગ્રાઉન્ડ માં ભાવ થી આવે છે અને વરસાદ એજ ગ્રાઉન્ડ ને ભીનું કરે છે '...

_ નવરાત્રી પછી એક મિત્ર બીજા મિત્ર ને:
' અલા, તેં આટલા બધા ગરબા ગાયા, ખૂબ નાચ્યો, તો તારું વજન તો જરાય ઘટયું હોય એવું લાગતું નથી?
' ક્યાંથી ઘટે, રાત્રે પાછા નાસ્તો કરવા પણ જઈએ છીએ ને ' ...

_ પત્ની ગરબા જોવા જવા માટે રૂમમાં ડ્રેસ પહેરતી હતી ને બહાર ઉભેલા પતિ ને પૂછ્યું કે તમે મારો સલવાર જોયો?'
ત્યારે પતિ ને ખબર પડી કે મેં પહેરેલી કફની તો બરાબર છે પણ સાલી આ સલવાર ક્યારની ખૂંચ્યા કેમ કરે છે ...

_ ડાહ્યા પતિઓ નવરાત્રી માં ગરબા કેમ નથી ફરતા?
કારણકે આખું વરસ તો એ પત્ની ની આજુબાજુ ગરબા કરે જ છે ને? ખોટા પગ દુઃખાડવાના,.,
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995

Gujarati Funny by Jatin Bhatt... NIJ : 111835245
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now