જગ આખામાં ઓળખાઉં તારા નામથી.
ભવસાગર સ્હેજે તરી જાઉં તારા નામથી.
તું ક્યાં એમ મળે છે સન્મુખ આવીને કદી,
જપીને નામ પુલકિત થાઉં તારા નામથી.
તું દર્શન આપે ન આપે એની ફિકર નથી,
તને યાદ કરીકરીને ઊભરાઉં તારા નામથી.
તું સર્વસ્વ સર્વોપરી ના અધિક તારાથી કોઈ,
અહર્નિશ ગુણ તારાં હું ગાઉં તારા નામથી.
રૂઠવાનો અધિકાર અબાધિત તને- મને,
તારો બનીને તારે દ્વારે આવું તારા નામથી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.