Gujarati Quote in Motivational by DIPAK CHITNIS. DMC

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રીના હૃદય સુધી પહોંચવા પુરુષે અર્ધનારેશ્વરની ભાવના કેળવવી જોઇએ.

સ્ત્રીને સમજવા માટે પુરુષે પોતે પુરુષ હોવાનો ગર્વ છોડવો પડે છે.

ઇશ્વરે બનાવેલી એક માનવિય રચના એવી છે
જેને તમે બધી રીતે જીતી શકો છો,છેતરી શકો છો,
એને લલચાવી શકો છો,લાગણીના નામે ભોળવી શકો છો.

પણ જ્યારે તમારે એને ચાહવી હોય તો પહેલા
એના શરીરથી શરૂઆત કરશો તો ફકત સ્ત્રીનું શરીર જ મળશે...
એની અંદર જે પ્રેમની દેવી વસે છે એ તમને નહી મળી શકે.

સ્ત્રીની અંદર રહેતી પ્રેમનીદેવીને પામવા માટે
એની આરાધનાં કરીને સ્ત્રીનાં આત્માને રીઝવવો જરૂરી છે.

આ આત્માંને રીઝવવા માટે સ્ત્રીના આત્મિય પાત્ર
બનવાની ક્ષમતા કેળવવી પડે છે.
પુરુષે એક વાત યાદ રાખવા જેવી છે.

દરેક સમયે સ્ત્રીને પ્રેમી તરીકે પુરૂષની જરૂર રહેતી નથી.
જો તમે એનો સતત સહવાશ ચાહતા હો તો.

તમારામાં બાળક,એક મિત્ર,એક સ્ત્રી,એક વડીલ,એક પ્રોઢા,
જેવા ગુણ કેળવવા પડે છે.
કારણકે સ્ત્રીનો સ્વભાવ જ એવો છે.

અમુક વખતે તમે એના પ્રેમી કે પતિ તરીકે એને ન મનાવી શકો.

કોઇ વાર બાળક બનવુ પડે છે,
તો કોઇ વાર એની સખી બનવું પડે છે,
તો કોઇ વાર ફ્કત એનો મિત્ર બનવું પડે છે
તો કોઇ વાર એના વડીલ બનવું પડે છે..
#દિપકચિટણીસ

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111835020
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now