આજે કર્મયોગી બની આવતીકાલ સુધારીએ.
આજે કર્મયોગી બની આપણું ભાવિ કંડારીએ.
આપણે જ આપણા બનીએ ભાગ્યવિધાતાને,
આજે કર્મયોગી બની બગડી બાજી સંવારીએ.
ના નડે ગ્રહનક્ષત્રો આપણે કે ના કશું બગાડતા,
આજે કર્મયોગી બની કર્મપથને અજવાળીએ.
હોય સાથ સદાય સત્યનો પરમેશ પણ સંગાથે,
આજે કર્મયોગી બની અડચણોને પડકારીએ.
ગઈગુજરીને ભૂલી જઈને વર્તમાનને વધાવીએ,
આજે કર્મયોગી બની કરેલી ભૂલોને વિદારીએ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.