શીર્ષક - "સમય આપી જુઓ"
થઇ શકે તો કોઇને થોડો સમય આપી જુઓ.
હાથની સાથે સાથે કોઇને હૃદય આપી જુઓ.
પલભરમાં જ ઊડી જશે આ પીંજરનું પંખીડું,
ઘરમાં નહીં તો દિલમાં આશ્રય આપી જુઓ.
લખવા માટે સજ્જ થઇ ગઇ છે આજ કલમ,
શ્યાહી ને કાગળ સંગાથે વિષય આપી જુઓ.
કવિતા, ગઝલ કે ગીત લખવાં કૈં કમ તો નથી!
પણ, નિરખી ઊઠશે એમાં લય આપી જુઓ.
અરમાન છે "વ્યોમ"ના વરસવાના અનરાધાર,
ખરા દિલથી ઉષ્મા ભર્યો પ્રણય આપી જુઓ.
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર.