રાહ જોતી ઊભી રહેતી દરરોજ
અનિમેષ નજરે તાકતી રહેતી એ રસ્તે...
થઈ હતી આપણી મુલાકાત જ્યાં છેલ્લે
જોઈ અચાનક તને આમ નજર સામે,
ફરીથી હું તાકતી રહી ગઈ ત્યાં તને
અનિમેષ નજરે...
ધાર્યું ન્હોતું આવી જશે અચાનક જ
આમ તુ નજર સામે
ને જોતી રહીશ હું તને દુનિયા ભૂલીને
સ્નેહલ જાની