Gujarati Quote in Poem by Dr. Bhairavsinh Raol

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બહાર થી દેખાય, એટલા ભીતરથી રૂપાળા નથી હોતા , , ,
સંબંધો બધા તમે માનો છો,તેટલા હુંફાળા નથી હોતા . . .

ભૂલી જાઓ, કે તમારો સૂર્યમધ્યાને હતો એક દિવસ , , ,
આથમતા સુરજ ના, કંઈ બહુ અજવાળા નથી હોતા . . .

અવગણના થાય, તો આંખ આડા કાન કરજો પ્રેમથી , , ,
એવું ઘર ક્યાં મળે, કે જ્યાં લોહી ઉકાળા નથી હોતા . . .

ઉંમર ભલે વધે, પણ અભરખા થોડા ઓછા રાખજો , , ,
જપી જાવ, પહેલા જેવા યૌવનના ઉછાળા નથી હોતા . . .

અહમ ઘવાશે, ક્યારેક ઈગો પણ ટકરાશે આવેશમાં , , ,
સ્વમાન સાચવજો, સહુ કઈ સંયમ વાળા નથી હોતા . . .

અફસોસમાં નીકળી જશે આયખું આખું, એમ ને એમ , , ,
માણો મન ભરી, જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા . . .

મિત્રો . . . ! જીંદગી અને ગણિત ને જોડાશો તો ખાશો ખતા , , ,
લેણદેણ હશે તો લેશો, બાકી 'શૂન્ય' ના સરવાળા નથી હોતા . . . !!

કવિ શ્રી: શૂન્ય પાલનપુરી

ઢળતી ઉંમર ના સર્વે મિત્રો ને સમર્પણ
Dedicated to all senior citizen friends

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111834289
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now