Gujarati Quote in Poem by Tr Mrs Snehal Rajan Jani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું પુરુષ!
હ્રદયનો કઠણ માણસ એટલે હું પુરુષ
જેને રડવાનો હક નથી મળ્યો એ વ્યક્તિ એટલે હું પુરુષ
રડતું બાળક જોઈ કાળજું કઠણ રાખું એ હું પુરુષ
દિકરીને સાસરે વળાવતા આંખમાંથી આંસું ન સરે એનું ધ્યાન
રાખવું પડે એ વ્યક્તિ એટલે હું પુરુષ
ઘરની જવાબદારીઓ ઉઠાવતા પોતાને ભૂલી જાઉં એ હું પુરુષ
ઘરનાં માટે તહેવારો અને પ્રસંગોએ નવા કપડાં લાવી પોતે કંઈ
પણ પહેરી લઉં તે હું પુરુષ
માનસિક તાણ વચ્ચે પણ ઘરમાં તો હસતો જ રહું એ હું પુરુષ
મુશ્કેલી ઘરથી દૂર રાખી શકું તે હું પુરુષ
પોતાના ઘરનાં જ પ્રસંગોમાં કામ માટે દોડતો રહું એ હું પુરુષ
ફોટામાં હાજર પણ વિધિમાં ગેરહાજર એ હું પુરુષ
બાળકને વાહન અપાવવા ચાલતો જાઉં એ હું પુરુષ
માતાનાં જેટલો જ વ્હાલ કરવા છતાં વ્હાલમાં જેની ઉણપ જ
દેખાય એ હું પુરુષ
ઘરનાં સભ્યોની માંદગીમાં પણ જે નફ્ફટ થઈને નોકરીએ જાય
એ હું પુરુષ

-Mrs. Snehal Rajan Jani

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111834161
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now