ધ સિક્રેટ બુક ને એક વાક્યમાં વર્ણવી શકાય કે " આપણે જે વિચારી તેવું આપણી સાથે થાય "
આ ખ્યાતનમ બુક લોકો વાચી તો જાય છે, પરંતુ લોકો એ પુર્ણ સત્યને સમજી નથી શકતા. અને ખાલી એટલું સમજે છે કે જે વિચારી એ થઈ શકે.
આ બુક મુજબ આપણું મગજ સારા અને ખરાબ વિચાર વચ્ચે તફાવત સમજી શકતું નથી, એટલે જેવા વિચાર આપણે કરીએ એવું અનુસરણ મગજ કરવા લાગે છે. તેથી લક્ષ્ય પ્રત્યે પોઝિટવ વિચાર કરવાથી તે હાસિલ કરી શકાય પરંતુ તેની પૂર્વશરત એ છે કે મગજમાં નેગેટિવ વિચારનું પ્રમાણ લગભગ શૂન્ય હોવું જોઈએ.
સહેજ પણ નેગેટિવ વિચાર આવે તો તેને લક્ષ્ય મેળવી જ લીધું છે તેવી કલ્પના ખરાબ વિચાર દૂર કરવામાં મદદ કરે છે.
આમ હકારાત્મક વિચારની ચરમસીમા આપણને લક્ષ્ય માટે જે પ્રયાસ કરવા પડે છે તેના માટે ઊર્જા આપે છે, જે મનુષ્યને કર્મ કરવા પ્રેરે છે.
પણ નકારાત્મક વિચાર મનુષ્યની કાર્યક્ષમતા કે ઊર્જા ઘટાડે છે. ગીતામાં પણ કીધું છે કે ' તું કર્મ કર્યે જા, ફળની ચિંતા ન કર ' અહી "ફળની ચિંતા" એટલે નકારાત્મક વિચાર જેમકે ધ સિક્રેટ બુક વાચી લીધા બાદ હું બંગલો કે ગાડીના વિચાર તો કરું છું, પણ તે મને મળશે કેમ? શું ખરેખર હું તેના માટે યોગ્ય છું ? મને આ બધું ક્યારે મળશે ? વગેરે વગેરે... આવા વિચારો આપના અવચેતન મનમાં ચાલતા રહે છે. તેથી સિક્રેટ ફોર્મ્યુલા લાગુ પડતી નથી.
કોઈને એ પ્રશ્ન પણ થાય કે નબળા વિચાર આવે ત્યારે કલ્પના કરવી એ પણ ફળની ચિંતા જ છે. તો એવું નથી પોતાના સપનાની દુનિયામાં જીવવાની કલ્પના, આજે કર્મ કરવા માટે ઊર્જા આપે છે, જ્યારે ફળની ચિતાં એ ઊર્જા ઘટાડે છે. આમ ગીતા અને ધ સિક્રેટ એકબીજાના પૂરક છે.
-SK's ink