અહીં રોજ ધબકતી ધડકન સાથે કોઈની યાદ લખાય છે.
કહી ના શકાય ને સહી ના શકાય એવો ભાવ લખાય છે.
હૈયામાં હિલ્લોળા લેતી લાગણીઓના શબ્દો લખાય છે.
પ્રેમમાં બોળી કલમ સ્નેહ નીતરતા રૂડાં ગીત લખાય છે.
ભક્તિમાં તરબોળ બનેલી વિજોગણનાં ભજન લખાય છે.
પ્રભુ દર્શનની આશ લઈ બેઠેલાં ભકતનો અવાજ લખાય છે.
પિયુ વિરહમાં તડપતી કોઈ પ્રેયસીનું વિરહનું દર્દ લખાય છે.
કોઈના આગમનની પ્રતિક્ષામાં બેઠેલાનું પ્રેમ ગાન લખાય છે.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan