શીર્ષક - "નિગાહ જોઇ છે"
મેં એમની ગહેરી નિગાહ જોઇ છે.
સમંદરની પણ એમાં પનાહ જોઇ છે.
સ્નેહ,વ્હાલ ને જોયો છે મેં આદર!
તો ક્યારેક એમાં પણ દાહ જોઇ છે.
સવાલ, જવાબ અને કદી આશ્ચર્ય,
તો કદી ઊંડી ભરાતી આહ જોઇ છે.
ઓજસ ભરી કેમ છે આજ આંખો?
કોઇકની તો જોવાતી રાહ જોઇ છે!
ઢળી છે કાજળ ભરી પલક એવી રીતે,
કે એ ઝુકતી નજરમાં મેં ચાહ જોઇ છે.
નઝમ શું લખી મેં, "વ્યોમ" એમના માટે!
નિગાહમાં એમની વાહ, વાહ જોઇ છે.
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર.