જાણું છું....
તારી ચાહત ફકત હું જ છું.
તારી ઈબાદત પણ હું જ છું.
તારી આંખોનું સ્વપ્ન હું જ છું.
તારાં દિલનું સરનામું હું જ છું.
તારાં ગુસ્સાનું કારણ હું જ છું.
તારાં પ્રેમની હકદાર હું જ છું.
તારાં હોઠોંની મુસ્કાન હું જ છું.
તારી ધડકનનો ધબકાર હું જ છું.
તારી આંખનું આંસુ પણ હું જ છું.
તારું સર્વસ્વ,તારી મંઝિલ હું જ છું.
તો તું પણ સાંભળ,
મારી ચાહત, મારી ધડકન
બસ એક તું જ તો છે.
મારો પ્રેમ, મારો શ્વાસ
બસ એક તું જ તો છે.
કયારેક તારી પર ગુસ્સો કરું છું,
તારી સાથે ઝઘડુ પણ છું,
પણ મારી જિંદગી બસ એક તું જ તો છે.
તારો પ્રેમ તો સહેવાય છે પણ
તારો ગુસ્સો નથી સહેવાતો,
બસ ત્યારે થોડી ડગી જાઉં છું,
બાકી મારી રાહત એક તું જ તો છે.
જેને ભગવાને મળાવ્યાં એને
કોઈ શું અલગ કરે?
મારું નસીબ, મારું વજૂદ એક તું જ તો છે.
કયારેક તું મને નથી સમજી શકતો,
કયારેક હું તને નથી સમજી શકતી,
બસ આટલી છે આપણી મજબૂરી,
બાકી મારી આંખોમાં બસ એક તું જ તો છે.
હું વાતો એમ જ નથી કરતી તારી સાથે,
હું વાતો કરું એવું એક તું જ તો છે.
એટલે તને આજે ફરી કહું છું તને,
મારી વાતોને સાંભળી મને સમજ્યા કર,
મને સમજી શકે એવું એક તું જ તો છે...
-Bhavna Chauhan