કુટુંબનું ગૌરવ ગણાય છે દીકરી.
પિતાનું સર્વસ્વ મનાય છે દીકરી.
લાગણીનાં તાંતણે માયા લગાડી,
ને દૂરસુદૂર સાસરે જાય છે દીકરી.
સ્વાર્થવિણ સંબંધ સર્વોપરી સાચો,
સાસરે ગયા પછી સમજાય છે દીકરી.
કટકો કાળજાનો ઉરથી સંબંધિત,
માબાપ દુઃખી જોઈ વલોપાય છે દીકરી.
દૂર રહીનેય નજીકનો ભાસ કરાવે,
પિતાને ખુશી દેખી મલકાય છે દીકરી.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.