Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રખેને તૂટવા માટે જ સરજાયું હશે હૃદય.
ને તૂટીને કેટકેટલું એ વલોપાયું હશે હૃદય.
શકેને અંતરે ઉત્પાતથી ધબકારા ચૂકનારું,
વણકહ્યું કેટલું એનામાં ધરબાયું હશે હૃદય.
ઊભરાય છે ચક્ષુઓનો લઈને સહારો વળી,
પોતાના જેવા ગણી એ ભરમાયું હશે હૃદય.
આમ તો વાસ એમાં પરમેશનો મનાય છે,
તોય પામી પીડા અસહ્ય ભરખાયું હશે હૃદય.
નથી વાચા એ જ મર્યાદા એની એને નડતી,
કોઈ સાચા પ્રેમીજનથી પરખાયું હશે હૃદય.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111833489
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now