Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગામડે અને શહેરમાં મંદિર,મસ્જિદ,દેવળ,ચર્ચ છે.પરંતુ જૂના સમયમાં ઢોર માટે અલયદું ગૌચર દરેક ગામડે હતું.હવે માત્ર નકશામાં છે,પરંતુ ગામના રકબામાં અલોપ છે.
ચિતો એ જંગલી પ્રાણી છે,તેને પૂરતું માંસનું તાજું ભોજન જોઈએ.ચિતાનું ભોજન માંસ છે.વાઘ,સિંહ એ શિકારી પ્રાણી છે. તેનો ખોરાક જ તાજું માંસ છે.આ આયાતી વિદેશી ચિતા માટે દરરોજ બકરાં કે હરણિયાં ક્યાંથી લાવશો?
એક બાજુ ઘેટાંના અસ્તિત્વ પર ખતરો છે.ગાય લંપીથી મરી રહી છે.બળદની સંખ્યા તો સાવ નજીવી રહી ગઈ છે.બળદનું સ્થાન ટ્રેકટરે લઇ લીધું છે.અને બળદને સાવ નકામો બનાવી દીધો છે.દરેક ગામમાં ગોચર દબાણમાં માંડ માંડ ઓક્સિજન લઇ રહ્યું છે.બીજી બાજુ નકામી ગાયો રખડતી કરી દીધી છે.ગોચર છોડી ગામડાની કે શહેરની ગલીમાં રોટલા માટે રઝળી રહી છે.પરિણામે ગાયે ઘાસ ખાવાનું ભૂલી રોટલાની હેવાયેલી થતાં રૉટલી ખવડાવનારના ઘેર કે રસ્તે જતાં તમામ લોકો તેના ભોગ બની રહ્યાં છે.કુતરાંનો આતંક પણ ખતરનાક છે.કેમકે તેને અપૂરતું એઠું મળતાં હિંસક અને શિકારી બની રહ્યાં છે.દરેક ગામડે ગામમાં ખોરાક ને માટે રખડતાં ઢોર અને સીમમાં રોજડાં તેમજ ભૂંડ ઊભાં મોલનો સફાયો બોલાવી રહ્યાં છે.છાસવારે રખડતાં ઢોરનો આતંક ઝીલતાં નિર્દોષ લોકો માટે વિકલ્પ સરકારે વિચારવો રહ્યો.બીજી બાજુ પશુપાલકોની આપવીતી સમજવા જેવી છે.તેમને માટે ઉપર જણાવ્યું તે જ એક ઉપાય છે.
માનનીય સરકારશ્રીને મારી વિનંતી છે કે હજારો કરોડો એકર જમીન નદી કોતરોમાં પડી છે.આવી નદીઓ કિનારે કિનારે પાળ બાંધી પશુઓ માટે નદીની બન્ને બાજુ અમુક અંતરે જગ્યા રિઝર્વ રાખી આ રીતે આવા પશુને ખુલ્લાં છોડી નિભાવી શકાય.આ નદીની બન્ને કિનારે કાંટાની વાડ કે દીવાલ બને તો ઢોર,જંગલી પ્રાણી માટે નદીમાં પાણી અને કિનારાના ઘાસથી પોતાનું જીવન નિર્ભય જીવી શકે.
બાકી ગાય આ રીતે ખતમ થઇ જશે તો પૌષ્ટિક દૂધ ક્યાંથી પામશું?
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )

Gujarati Motivational by वात्सल्य : 111833464
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now