હાલ ના આધુનિક ટેકનોલોજી ના સમય માં ધર્મ અને અધ્યાત્મ નો વિકાસ પણ જાણે વેગ પકડીને આગળ ધપી રહ્યો છે ત્યારે દરેક ધર્મ માં બાળ સંતો/ સાધુ નું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે ત્યારે આવા બાળસાધુ કે યુવાસાધુ ની જરૂરિયાત સમાજ ને છેજ પરંતુ સમાજ કરતા પણ તેઓની જરૂરિયાત તેઓના માતાપિતા ને વધારે છે.
નો ડાઉટ કે આવી નાની ઉંમરે વૈરાગ્ય નો માર્ગ અપનાવતા યુવા સાધકો વિચક્ષણ બુદ્ધિ વાળા અને અલભ્ય પ્રતિભાવાળા હશે અને કદાચ પૂર્વજન્મ ના સંસ્કાર ને કારણે પણ પોતાનો માર્ગ આગળ ધપાવતા હસે પણ સાથોસાથ એવા ઘણા પણ હસે કે જે પોતાના આસપાસ ના વાતાવરણ ને કારણે, અથવા તો કોઈ બીજા ધર્મગુરુ ના વર્તન થી અંજાઈને આ માર્ગ પસંદ કરતા હશે, આ સિવાય અમુક આ માર્ગે જોડાયા બાદ પાછા જવા માટે વિચારતા જ સાધુ સમાજની બીક તેમજ પૂર્વશ્રમ ના સમાજ ની બીક પણ આડી આવતા પોતાની પરિસ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી કરી મુકતા હશે.
તમારે જો આધ્યાત્મ ના માર્ગે જવું છે તો જાવ પરંતુ એ પહેલાં તમારી ફરજો પૂર્ણ કરો તમારા માં બાપ પ્રત્યેની, તમારા ભાઈભાંડુ કુટુંબ પ્રત્યેની, તમારા અંતરાત્મા પ્રત્યેની આ દરેક પ્રત્યેની ફરજ પૂરી કર્યા બાદ સમાજ ને રાહ દેખાડવા જવું જોઈએ. આમ કરવામાં આવશે તો સમાજ ને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે તથા યોગ્ય ધર્મગુરુ મળશે.
આપણો સનાતન ધર્મ પણ જેને સૌ પ્રથમ દેવ ગણે છે તેવા માતા પિતાની યોગ્ય સેવા શુશ્રુવા કરી તેમની અનુમતિ લઈનેજ દેવત્વ ને પામવા ગૃહત્યાગ નો માર્ગ અપનાવો બાકી દેવત્વ અને આત્મત્વ ગૃહધર્મ તથા સમાજધર્મ પાળીને પણ મેળવી શકાય છે.