મારા મનને હાશકારો આપે એ મારા ઘરનો છેડો,
મારા સમગ્ર જીવનનું કેન્દ્રબિંદુ એ મારા ઘરનો છેડો,
મારી લાગણીઓનું લેણદેણનું માધ્યમ એ મારા ઘરનો છેડો,
મારા જીવનનું એકમાત્ર સુકાન એ મારા ઘરનો છેડો,
મારામાં માનવીપણું ટકાવી રાખનાર એ મારા ઘરનો છેડો,
મારામાં સતત ચુંબકત્વ રૂપી ખેંચાવ એ મારા ઘરનો છેડો,
દોસ્ત! સમગ્ર સૃષ્ટિ એક તરફ અને બીજી તરફ મારો ઘરનો છેડો.