ઉભી રહે છે એ રોજ એની રાહમાં,
શું એ રાહ જોતાં થાકતી નહીં હોય,
રાહ જોતાં વિસામો એ માંગે ઘડીક,
શું એ વિસામો પણ થાકતો નહીં હોય,
હવે રાહ પણ થાકી એની રાહ જોવામાં,
શું એ રાહ પાછી જોતાં થાકતી નહીં હોય,
પ્રેમમાં તો એવો શું એનો ગજબ જાદુ છે,
શું એ અનન્ય પ્રેમની રાહ જોતાં થાકતી નહીં હોય..
મનોજ નાવડીયા