Gujarati Quote in Poem by Ujas Y Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"જીવન પથ"

તું થયો મનુષ્ય તો, બસ નજર ટકાવી,
આ જીવન રૂપી માર્ગે, આગળ વધતો રેહ.

આવશે ઘણાં વળાંકો, જે તારાં માટે યોગ્ય હોય,
એ વળાંકે વળી, આગળ વધતો રેહ.

મળશે ઘણાં ચાલકો, કોઈ માર્ગિક તો કોઈ સાથી,
બંને પાસે શીખ લઇ, આગળ વધતો રેહ.

આવશે ઘણાં ખાડાં-ટેકરા, મન સ્થિર રાખી,
અડચણો પાર કરી, આગળ વધતો રેહ.

મળશે ઘણાં મૃગજળ, લક્ષ નક્કી કરી,
સાચી દિશા પારખી, આગળ વધતો રેહ.

થશે ઘણી ભૂલો, પડશે પણ ખરો,
ફરી ઉભો થઇ ભૂલ સ્વીકારી, આગળ વધતો રેહ.


ઉજાસ.

Gujarati Poem by Ujas Y Gajjar : 111833090
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now