બે ઘડી તું ચૂપ થઇ જા ને
હું મૌન થઈ જાઉં.
એકલી છોડી દે આંખોને,
કરવાં દે બંનેને એકમેક સાથે વાતો.
સમજવા દે મને પણ તારી આંખોની ભાષા.
હું પણ પી લઉં તારી
આ નશીલી આંખોનો જામ,
મને પણ થોડી મદહોશ થવા દે.
તું ચાહે તો સ્પર્શી શકે છે
મારી તને જ નીરખતી આંખોને.
તારાં હૂંફાળા સ્પર્શથી બિડાઈ એ જશે.
શરમથી ઝૂકશે આ આંખોને
તને એમાં સમાવી લેશે.
તું રહી જાજે મારી આંખોમાં
રાખી લઈશ તને હું પાંપણનાં મહેલમાં.
-Bhavna Chauhan