વિશ્વાસ અને અવિશ્વાસ
દદૅ નર્યું છે હૃદયમાં ને હસું છું! ,,,
વ્યથા ભરપૂર છે ઉર મા ને હસું છું!,,,
ઊંડા ઉતરશો નહીં કોઈ હું અભાવ ના સમુદ્ર માં તરુ છું!,,,
શબ્દોની નદી વહે છે અંદર ને
હું સંકુચિત શબ્દો મહી તરુ છું!,,,
ફરી ગયા કેટલાય સાથે ચાલનારા છતાં પણ શબ્ધોમાં વિશ્વાસ રાખુ છું!,,,
વૃક્ષ છું પાનખર કેરું એટલે જ એક જ ચેહરાને ને જોઈ મો મલકતું રાખું છું!,,,
અવિશ્વાસ ની ચોખટ પર બેસી ને વિશ્વાસ ના સપના સંજોવુ છું!,,,
ઠોકર લાગી ચુકી છે મારા વિશ્વાસ ને અવિશ્વાસ તોય પણ પરિવર્તન ને જ સ્વીકારું છું!,,,
-Jigna Pandya