બની રહેવું છે એક બાળક,
ભારોભાર નિર્દોષતા જેનામાં...
થાય ઝગડો કોઈ સાથે,
થઈ જાય સમાધાન મિનિટોમાં...
રિસાઈ જવાય કોઈ સાથે,
ન ચાલે અબોલા લાંબો સમય...
બની રહેવું છે બાળક,
ન હોય અપેક્ષા જેનામાં
હદથી બહારની...
જઈ શકે જે મિત્રોને મળવા,
મન થાય એનું જ્યારે...
આપે સન્માન સૌ કોઈને,
ન કરે અપમાન કોઈનું...
બની રહેવું છે મારે એક નિર્દોષ બાળક.......
-Mrs. Snehal Rajan Jani