કોઈ રાધા માંથી મીરા થઈ રહ્યું છે આજે,
જગતના મેણાને ઘૂંટડે ઘૂંટડે પી રહ્યું છે આજે..
હૃદય બસ મૌન ધરે છે બધું જાણીને,
તું કેમ ચુપ રહે છે? ઈશ્વર બનીને આજે..
નશ્વર જગતે માયા રચી સ્વાર્થી માનવીએ,
નથી કોઈ નરસૈયો કે નથી કોઈ સુદામા આજે..
માખણનો સાર ભૂલી માયામાં ફસાયો જો!
હવે, નથી કોઈ ગોપી કે નથી કોઈ રાધા આજે..
કંસવૃત્તિ મને ધરી કૃષ્ણ નામે જુગતું રમે,
નથી કોઈ વૃતિ કે નથી કોઈ વૃતાંત આજે..
કોઈ છળ કરે કોઈ કપટ કરે લાગણીના નામે
માટે નથી કોઈ કૃષ્ણ કે નથી કોઈ પ્રેમ આજે..
દર્શના રાધે રાધે