ઢળતી સાંજે સૂરજની લાલીમામાં તારો ચહેરો શોધું છું.
એકીટસે એને જોતી હું એમાં તારો આભાસ શોધું છું.
આકાશમાં ઊડતાં પંખીઓમાં મારાં પ્રેમનું પંખી શોધું છું.
કુદરતનો આ અદ્ભૂત નજારો નિહાળતા તારો સાથ ઝંખું છું.
આથમતાં સૂરજની બદલાતી કળામાં તારાં પ્રેમની કળા શોધું છું.
પંખીઓનાં સંભળાતાં મીઠાં કલરવમાં પ્રેમનાં સૂર શોધું છું.
આથમતાં સૂરજને હું અને તું સાથે માણીએ એ પળ ઝંખું છું.
આપણાં પ્રેમનો સૂર્ય કોઈ'દિ અસ્ત ના હો એવી આશ ઝંખું છું.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan