બલિદાન થકી આઝાદી
આઝાદી.....આઝાદી.....આઝાદી.
શબ્દ બોલતાં જ થાય છે અનહદ ખુશી મહેસુસ.
કંઈ કેટલાંય વીરોએ દીધી બલિદાની,
ત્યાં જઈને મળી આ આઝાદી.
કોરડાથી ખાધ્યો માર,
ખાધી છાતીમાં ગોળીઓ અપાર.
છૂટ્યા અનેક પરિવારના સાથ,
ત્યાં જઈને મળી આ આઝાદી.
કાળાં પાણીની સજા ભોગવી,
લોહીનાં આંસુથી આંખો રડી ત્યાં જઈને મળી આ આઝાદી.
વહોરી લીધી દેશ કાજ ક્રાંતિકારીઓએ શહીદી,
વેઠયાં અપાર દુઃખ ત્યાં જઈને મળી આ આઝાદી.
-Bhavna Chauhan