તારી થોડીક ક્ષણો મને ઉધાર આપી દે,
ખોબામાં થોડાં ફુલ તારી યાદોનાં મૂકી દે.
બેચૈન આ મનને થોડું ચૈન આપી દે,
મારાં નામ સંગ તારું નામ લખી દે.
બેસુધ છે હૈયું થોડો સ્પર્શ કરી દે.
ખાલી આંખોમાં શમણાં ભરી દે.
મનની મૂંઝવણને તું દૂર કરી દે.
મારાં અશાંત મનને શાંત કરી દે.
-Bhavna Chauhan