હૈયું મારાં હાથમાં નથી, ધડકન મારી સાથમાં નથી.
સ્વપ્નનો કોઈ પાર નથી,આશાઓનો કિનારો નથી.
વિપત્તિઓને વિરામ નથી, નિરાશાઓનો તાગ નથી.
લાગણીઓનું માપ નથી, આંસુઓનો હિસાબ નથી.
સાચાનું કોઈ માન નથી, નેકદિલનું કોઈ સ્થાન નથી.
દિન વીતે એની ખબર નથી, રાત વિતાવવી સરળ નથી.
-Bhavna Chauhan