આજે પણ યાદ છે એ દિ જયારે તમારાં
પગરવ અમારી જિંદગીમાં થયા હતાં.
હાથોમાં તમારાં મારો હાથ હતો અને
અગ્નિની સાક્ષીએ સાત ફેરા થયા હતાં.
મૈયરની માયા છોડી, પિયરની વાટ છોડી
તમારી સાથે સાસરીની વાટ સવાર થયા હતાં.
સઘળાં મારાં સ્વપ્ન, સર્વ મારી આશાઓ સાથે
લઈ તમારાં વિશ્વાસે આગળ થયાં હતાં.
-Bhavna Chauhan