જયારે જયારે તને સાંભળું છું
મને શુકુન મહેસૂસ થાય છે.
જયારે જયારે તને જોઉં છું
મારો ચહેરો ખીલી ઊઠે છે.
જયારે જયારે તને મહેસૂસ કરું છું
મારી હર તકલીફ ભુલી જાઉં છું.
જયારે જયારે તને ઈશથી માગું છું
આ આંખો બેધાર વરસી પડે છે.
જયારે જયારે દૂર થવા વિચારું છું
આ દિલ તારા માટે તડપી ઊઠે છે.
જયારે જયારે કંઈ કહેવા માગું છું.
મારા આ હોંઠ સીવાય જાય છે.
-Bhavna Chauhan