આ વિરહ ઘણો કાઠો છે દોસ્ત,
સહી ના શકાય એવો માઠો છે દોસ્ત.
ચાલ માની લઉં તારી દરેક વાત પણ,
પણ આ દિલને એથી વાંધો છે દોસ્ત.
તું કહે છે તો હસીને આવકારું છું આ જુદાઈને પણ,
આ આંખોને એથી વાંધો છે દોસ્ત.
હું એક પણ શબ્દ નહિં કહું તને જા,
પણ આ ધબકારને એથી વાંધો છે દોસ્ત.
ચુપ કરી દઈશ મારાં બોલતાં હોંઠોને પણ,
મારાં શબ્દોને એથી વાંધો છે દોસ્ત.
-Bhavna Chauhan