તું માને કે ના મને પણ આ જ છે સત્ય
મને બસ તારી જ કવિતા લખવાનું મન થાય છે.
તું માને કે ના માને પણ આ જ છે સત્ય
મને બસ તારી જ વાતો કરવાનું મન થાય છે.
તું માને કે ના માને પણ આ જ છે સત્ય
મને બસ તારી જ વાતો સાંભળવાનું મન થાય છે.
તું માને કે ના માને પણ આ જ છે સત્ય
મને બસ તારાં જ સ્વપ્ન જોવાનું મન થાય છે.
તું માને કે ના માને પણ આ જ છે સત્ય
મને બસ તારાં માટે ગાવાનું મન થાય છે.
તું માને કે ના માને પણ આ જ છે સત્ય
મને બસ તારાં જ વિચારોમાં ખોવાઈ રહેવાનું મન થાય છે.
તું માને કે ના માને પણ આ જ છે સત્ય
મને બસ તારાં માટે જ હસવાનું મન થાય છે.
તું માને કે ના માને પણ આ જ છે સત્ય
મને બસ તારાં માટે જ જીવવાનું મન થાય છે.
તું માને કે ના માને પણ આ જ છે સત્ય
મને બસ તારી સમીપ જ રહેવાનું મન થાય છે.
તું માને કે ના માને પણ આ જ છે સત્ય
મને બસ તને જ જોવાનું મન થાય છે.
-Bhavna Chauhan