મન કરે છે કે.....
મારી આંખોમાં તને ભરી
હું આંખો મારી બંધ કરી લઉં.
મારાં સ્વપ્નમાંથી તને લઈને
મારાં દિલમાં સમાવી લઉં.
મારી આંખોની પલકો પર
તને પ્રેમથી ઝૂલાવી લઉં.
કોણે ખબર કયારે શું થાય?
તારી સાથે થોડું જીવી લઉં.
વાતો તો ઘણી કરવી છે મને
પણ હમણાં તને સાંભળી લઉં.
જિંદગીનો શો ભરોસો દોસ્ત
થોડી તારી યાદો સમેટી લઉં.
-Bhavna Chauhan