કસોટી છે આ આશાવાદી જિંદગી,
આશ્ચર્યમુગ્ધ આ નિજની જીંદગી.
ના શાસ્ત્ર ના શસ્ત્ર ના અસ્ત્ર છે અહીં,
છતાં ચિરસ્મરણીય છે અહીં જિંદગી.
ખેચર જળચર ભૂચરમાં છે આ જિંદગી,
તાળીમિત્ર જેવી અનોખી છે આ જિંદગી.
યાવચ્ચદ્રદીવાકરો સુંધી ચાલશે આ કસોટી,
જનશ્રુતિ મુખે બોલશે આ જિંદગીની કસોટી.
ઓતપ્રોત છે આપણી જિંદગી અને કસોટી,
કીમકર્તવ્યમુઢ કરશે આ જિંદગીની કસોટી.
🦁 લી. રુદ્ર રાજ સિંહ