થાક ઘણો હતો ચહેરા ૫ર ૫ણ
અમારી ખુશી માટે પરિશ્રમ કરતા જોયા છે
આંખોમાં ઊંઘ ઘણી હતી છતાં પણ
ચિંતામાં જાગતા જોયા છે.
તકલીફો ચારે બાજુ હતી પણ,
હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે.
કોઈને તકલીફ વર્ણવતા ન હતા પણ,
અડધી રાતે ખુલી આંખે અમારા ભવિષ્યના સપનાં સજાવતા જોયા છે,
પાઈ પાઈ ભેગી કરીને અમારી ખુશી ખરીદતા જોયા છે,
એ ખુશી માટે પોતાના શમણાંઓ ને રોળતા જોયા છે,
પોતાની પસંદગીને નાપસંદ કરી,
તમારી પસંદગીને અપનાવતા જોયા છે,
વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અને એક હતી,
પિતા સ્વરૂપે સર્જનહાર ને જોયા છે.!!.....