"કલમની કળા"
* કલમ તારી કેવી કળા,
ભણેલાનો તે હાથ પકડ્યો,
અભણનો તે સાથ છોડ્યો,
* પૈસાદાર પાસે તું ટકી રહીં,
મજૂરને પાસે તું રહી નહીં,
કલમ તારી કેવી કળા
* અમીરના તું ખિસ્સામાં રહીં,
નોકરીની તું નજરમાં રહીં,
કલમ તારી કેવી કળા
* કવિઓનું તે માન વધાર્યું,
શિક્ષકોનું તે શાન વધાર્યું,
કલમ તારી કેવી કળા,
-Deep parmar