આપણી આસપાસ એવી ઘણી માતા ઓ જોવા મળે છે જે જાણે યુદ્ધે ચડેલી હોય (અને મોટા ભાગે તેને સંતાન માં એક જ પુત્ર હોય છે). યુદ્ધે ચડેલી આ મતાઓ નું એક માત્ર ઝનૂન તેના સંતાન ને એક એવો માનવ બનાવવા નું હોય છે જે સર્વ કળાઓ માં નિષ્ણાત હોય, દુનિયા ની બધી વિદ્યાઓ માં પારંગત હોય. પછી ભલે એના માટે સંતાન માનસિક કે શારીરિક રીતે સક્ષમ હોય કે નહિ. એને તો બસ પોતાની અધૂરી રહી ગયેલી બધી ઈચ્છાઓ સંતાન દ્વારા પૂર્ણ કરી લેવી છે.
જરા કલ્પના કરો, કૃષ્ણા ભગવાન આ કળિયુગ માં પુનઃ અવતાર લ્યે તો બિચારા ની કેવી સ્થિતિ થાય એની અહીં વાત છે. જશોદા માતા હવે જસ્સી મોમ બની ગઈ છે (જસ્સી નામ ખાલી પ્રાસ મેળવવા માટે છે...કોઈ એ બંધ બેસતી પાઘડી પેહરવી નહી). નાનકડો ગોપાલ આ જશોદા માતા માં આવેલ બદલાવ માં અટવાય છે અને એ બાળ સહજ વૃત્તિ થી જસ્સી મોમ ને પ્રશ્નો કરે છે.