Gujarati Quote in Blog by Komal Mehta

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસ
માણસ એટલે કે આપણે લોકો. માણસ નાં ગણા પ્રકાર હોય છે. દરેક માણસ નો સ્વભાવ એકબીજાથી વિભિન્ન હોય છે. દરેક નો ઉછેર અલગ રીતે થયો હોય છે. દરેક માણસ પોતાની સોચ પ્રમાણે પોતાનાં સિદ્ધાંતો પ્રમાણે જીવે છે.વાત અહિયા હું એ નથી કરવા માંગતી કે મણસો કેવા હોય છે કે પછી કેવા નથી હોતા. આપણે કેવા માણસ થી સબંધ રાખવા જોઈએ અને ક્યાં માણસ થી ખપ પૂરતા વ્યવહાર રાખવા જોઈએ એ સમજવું અનિવાર્ય છે.
તમારી Professional life માં તમારે કઈ રીતે રહેવું જોઈએ.અમુક લોકો થોડાં સમજદાર થાય એટલે એ જાતે જ સિખી જતા હોય છે કે જીવન માં "ક્યાં અટકવું, ક્યાં છટકવું, ક્યાંય લટકવાનો વારો નાં આવે એ એમને આવડી જતું હોય છે." પણ અમુક લોકો સીધાં- સાધા પણ હોય છે, એકમાર્ગી લોકો જે ક્યારેક પણ કોઈનું ખોટું થાય એવું નથી ઈચ્છતા, બીજાની ખુશી માં આવા લોકો ખુશ પણ થાય છે, આવા લોકો ને આપણે "ભગવાન નાં માણસો" પણ કહેતાં હોઈએ છે.દેવ માણસો બહું ઓછા જોવા મળે છે, અને આવા લોકો બહુજ પ્રમાણિક, સત્યવાદી, નિષ્ઠાવાન, કરુણા રાખે બીજા ઉપર, બહુજ નિસ્વાર્થ ભાવના ધરાવનારા હોય છે. આવા લોકો ની સૌથી મોટી દુર્બળતા એ હોય છે કે એ સામેવાળા ને માફ કરે છે,કોઈ એમની જોડે કેટલું પણ ખોટું કરે, એ સારું કરવામાં પાછડ નથી રહેતાં.એટલે લોકો એમની આ દુર્બળતા ને એમની કમજોરી સમજી બેસે છે. અને એમની જોડે સતત ખરાબ કરતાં રહે છે.તમને પણ કોઈએ ક્યારેય ને ક્યારેક તો એમ કીધું જ હશે કે *હંમેશા મારા જોડે આવું કેમ થાય છે.* જરૂરત કરતાં વધારે હંમેશા ખરાબ હોય છે.માણસો માટે એમનું જરૂરત કરતાં વધારે હોવું ક્યારે પણ સારું નથી હોતું.કોઈપણ નવું વ્યક્તિ જ્યારે તમારા જીવન માં આવે છે ત્યારે એણે કેટલી છૂટ અપાવી જોઈએ, એ તમારે નક્કી કરવાનું છે, લોકો તમને જજ કરતાં રહેશે. થોડા Reserved છો તો પણ જજ કરશે અને જો થોડાં Open Minded છો તો પણ લોકો તમને એમના અનુમાન પ્રમાણે તારણ લાગવાના છે. કદાચ તમે એમની નિંદા નો પહેલો વિષય હોઈ શકો.અમુક લોકો એ નથી સમજી શકતા કે કોણ એમનાં દોસ્ત નાં વેશ માં દુશ્મન છે અને કોણ એમનું સાચું શુભચિંતક છે. શુભચિંતક એટલે શું ? શુભચિંતક આપણા ને સાચી દિશા બતાવે છે, શુભચિંતક સાચા ખોટાં નો ભેદ સમજાવે છે. શુભચિંતક જરૂરી નથી તમારો મિત્ર હોય, શુભચિંતક માત્ર આપણને સારું અને સાચું સિખવે છે, એ તમારું કલીગ પણ હોઈ શકે , એ તમારા જાણીતાં વ્યક્તિ માંથી કોઈ હોઈ શકે.
હવે આપણે વાત કરીએ કે આપણે કેવા લોકો થી બચીને રહેવાની જરૂર છે.
જ્યારે કોઈ વ્યક્તિ તમને વિશ્વાસ આપવાની કોશિશ કરે કે, માત્ર હું એક વ્યક્તિ છું જે તારું ભલું ઈચ્છું છું. વિચારો આ વસ્તું માં એ વ્યક્તિ નો આખરે શું નિહિત સ્વાર્થ છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીજા માટે તામરા કાન ભરે છે ત્યારે વિચારો કેમ શું કામ, એનો શું ફાયદો.જ્યારે લોકો દેખાડો કરે કે એ તમારી કેટલી ચિંતા કરે છે.એના થી સાવચેત રહો.જે લોકો આપણને હંમેશા નીચું બતાવે છે, અને પછી હું તો દોસ્તાર યાર તારો એવા લોકો થી દુર રહો. સાચો મિત્ર ક્યારે પણ બીજા લોકો સામે આપણને નીચું નહીં બતાવે.જે લોકો આપણી Weakness ને હથિયાર બનાવી આપણા પર ઘા કરે છે આવા લોકો થી દુર રહો.

Gujarati Blog by Komal Mehta : 111828189
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now