કેવી સમયની બલિહારી આજે દરેકની ઉપરની લગામ ખુલ્લી મુકાઇ ગઈ.
ધારે તે કરી શકે દીકરી,એવી માતા,પિતાની બલિહારી થયી ગઈ.
દીકરી આજે વિકાસના પંથે આગળ વધે તેવી બની ગઈ .
પગની બેડીઓ પર વર્ષો પહેલા લગાવેલી લગામ આજે છૂટી ગઈ.
દીકરી આજે દીકરા સમોવડી બની માતા,પિતાની ઢાલ બની ગઈ.
દીકરો દીકરી એક સમાન દુનિયા આજે સ્વીકારતી થયી ગઈ.
વર્ષો જૂની લગામ છૂટી,દુનિયાદારીની સમજ આજે આવી ગઈ.
-Bhanuben Prajapati