Gujarati Quote in Poem by Parmar Narvirsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાતમ આઠમ તો અમારી હતી

એય ને બીજ ત્રીજથી જ લોટના
મોટા મોટા દેણા મુકાઈ જાય
આજુબાજુ વાળાના વેલણ
પાટલા ઉધાર,મા લેવાઈ જાય..!!!

સાતમ આઠમ તો અમારી હતી

એમાય પાછુ ગાંઠીયાનુ પીત્તળવાળો સંચો તો
ગામમા કોક પૈસાદાર ઘરે જ હોય
{ એનુ પહેલાથી બુકીંગ કરાવ્યુ હોય }
જે વણી વણી ને આપે એ ખાટલા પર હાળી પાથરી
દોડતા દોડતા સુકવવા જવાનુ..!!

સાતમ આઠમ તો અમારી હતી

વરસાદ હોય તો ચુલા માટે સુકુ બળતણ
ક્યાંક જુના ઓરડામા રાખી દેવૂ
આઠમના મેળામા ઘરે,થી નીકળીએ એ પહેલા જ
મા કે બાપુજી એ નકકી કરી દીધુ હોય કે તારે આ જ લેવાનુ,,છે...!!!

સાતમ આઠમ તો અમારી હતી

ગમ્મે એટલો વરસાદ હોય તોય
બરફનો ગોળો અથવા આઈસ્ક્રીમ તો ખાવાની જ
લાકડાનો ખટારો મળે એટલે તો
જાણે શું ય મળી ગયુ...
અને એ વહેમ તો હજુ ગયો જ નથી કે મેળામા
મોડા મોડા જઈશુ તો બધુ સસ્તુ મળશે...!!!

સાતમ આઠમ તો અમારી હતી

જેવુ પણ હતુ,પણ
આજની 1000.રૂપીયાવાળી
કાજુકતરીમા એ મીઠાસ નથી
જે એ સમય,ની લાડવામા હતી...!!!

સાતમ આઠમ તો અમારી હતી

આજના મેથીના,કે
ચાટ,મસાલાવાળા ખાખરામા
એ મજા નથી
જે એ સમયની
ખારી મીઠી પુરીમા હતી..!!

સાતમ આઠમ તો અમારી હતી

આજના મોટા મોટા અને
અવનવા ચકડોળ,મા
એ મજા નથી
જે એ સમયમા
નાના એવા ચકડોળ,મા હતી...!!!

સાતમ આઠમ તો અમારી હતી

આજકાલ,ના ટાબરીયા
શું જાણે સાહેબ
ત્યારે પૈસા ના હતા પણ
મજા ખુબ હતી
આજ પૈસા ખુબ છે
પણ મજા જ નથી..!!
😒😑😞😪😭

સાતમ આઠમ તહેવાર ની તમામ મિત્રો,ને
લાખો કરોડો શુભેચ્છાઓ..!!

Gujarati Poem by Parmar Narvirsinh : 111826311
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now