Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Rakshabandhan

Rakshabandhan Part 2

*મમ્મી: તમે કંઈક શરમ તો કરો જુવાન દીકરા પર હાથ ઉઠાવવા જઈ રહ્યા છો.....*

*પિતા: તેં સાંભળ્યું નહીં કે એણે શું કીધું.....? એની બહેનને પરાઈ કહે છે..... હંમેશા એનું ધ્યાન રાખતી, એની પોકેટ મનીથી બચાવી એને માટે કંઈક ને કંઈક ખરીદી રાખતી. વિદાય સમયે એને સૌથી વધુ ગળે મળીને રડી હતી અને આજે આ એને પરાઈ કહે છે.....!*

*પ્રિન્સ (હસ્યો અને બોલ્યો): ફોઈનો પણ આજે જ જન્મદિવસ છે ને.....? એ પણ ઘણી વાર આ ઘરમાં આવ્યાં છે અને હંમેશાં ઓટોથી જ આવ્યાં છે..... તમે ક્યારેય ગાડી લઈ અને તેને લેવા નથી ગયા. માન્યું આજે એ તંગીમાં છે પણ પહલાં તો ખુબ અમીર હતા. તમને, મને અને આ ઘરને દિલ ખોલી અને સહાયતા કરી હતી..... ફોઈ પણ આ જ ઘરમાંથી વિદાય થયાં છે.....! તો રશ્મિ દીદી અને ફોઈમાં ફરક કેવો.....? રશ્મિ મારી બહેન છે તો ફોઈ તમારી પાપા.....! તમે મારા માર્ગદર્શક છો. તમે મારા હીરો છો. પણ આ વાતને લઈ હું હંમેશાં રડું છું.....!*

*ત્યાં જ બહાર ગાડી ઉભી રહેવાનો અવાજ આવ્યો.... .ત્યાં સુધી પાપા પ્રિન્સની વાતો સાંભળી પશ્ચાતાપ કરતા હતા અને બીજી બાજુ પ્રિન્સ..... ત્યાં જ પ્રિન્સની બહેન દોડતી અંદર આવી અને મમ્મી પાપાને ગળે મળી. પણ એમના ચહેરા જોઈ એ બોલી પડી કે શું થયું પાપા.....?*

*પાપા: તારો ભાઈ આજે મારા પાપા બની ગયા.....!*

*રશ્મિ: એય પાગલ, નવી ગાડી ખુબ મસ્ત છે..... ડ્રાઇવરને પાછળ બેસાડી હું ચલાવતી આવી છું અને કલર પણ બહું જ મસ્ત છે.....!*

*પ્રિન્સ: Happy Birthday To You. દીદી આ ગાડી તમારી છે. અમારા તરફથી તમને બર્થડે ગિફ્ટ..... સાંભળતાં જ બહેન ઉછળી પડી અને ત્યાં જ ફોઈ અંદર આવ્યાં.*

*ફોઈ: શું ભાઈ તમે પણ..... ન કોઈ ફોન ન કોઈ ખબર..... એમનેમ જ ગાડી મોકલી આપી તમે..... ભાગી ને આવી હું ખુશીથી.....*
*એવું લાગ્યું કે, પાપા આજે પણ જીવતા છે.....!*
*અને વધુમાં બોલ્યાં કે, હું કેવી ભાગ્યશાળી છું કે, મને પિતા જેવો ભાઈ મળ્યો છે.....!*
*ઈશ્વર કરે મને દરેક જન્મમાં આ જ ભાઈ મળે.....!*
*પાપા-મમ્મીને સમજાઈ ગયું કે, આ બધું કામ પ્રિન્સે જ કર્યું છે.....!*

*પણ.....*
*આજે એક વખત સંબંધોને મજબુતીથી જોડાતા જોઈ અને અંદરથી ખુશ થઇ અને રડવા લાગ્યા. એમને પુરો ભરોસો આવી ગયો કે, એમના ગયા બાદ પ્રિન્સ સંબંધો સાચવશે.....!*

*દીકરી, બહેન અને ફોઈ એ ત્રણેય અનમોલ શબ્દ છે. જેમની ઉંમર ખુબ નાની હોય છે. કારણ કે લગ્ન બાદ દીકરી, બહેન અને ફોઈ કોઈની પત્ની અને કોઈની ભાભી બની જાય છે....!*

*લગભગ છોકરીઓ એટલે જ પિયરે આવે છે કે જેથી એમને ફરીથી દીકરી, બહેન કે ફોઈ શબ્દ સાંભળવાનું મન થતું હોય છે.....!*
*રક્ષાબંધનની શુભેચ્છાઓ એડવાન્સમાં...!*
🙏🏻

Gujarati Motivational by Deepak Vyas : 111824481
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now