આંખ મીંચ્યે કૈ જ ના ખોતા હતા,
વર્ષ-વર્ષાંતર અમે જોતા હતા.
કોઈ પૂછે આયખું છે કેવળું,
આંખ બસ એમ જ અમે લોતા હતા.
બે ઘડી બારાખડીમાં મન ટકે,
વર્ણમાળા સામટી ખોતા હતા.
જીવ ક્યાં નો ક્યાં ગતે જાતા કશે
બીજ કૈં'કે આગવા બોતા હતા.
લે અમે આંખો હવે ખોલી કહે,
કોણ કેવા ખોટકે રોતા હતા.
--મનોજ શુક્લ.
(૨૧-૪-૨૦૨૨)