એક ગાંડુ સ્વપ્ન એવું લઈ ફરૂં,
જન્મોજનમ, વ્હાલા તને મળું !

ધરવ નથી,અધૂરા રસપાનથી,
આકંઠ પીઉં, ડૂબું માથા સુધી !

કંઈક એવું માધુર્ય છલકે નિત તારું,
આસપાસ સદા રહું, ઝંખે મન મારું !

મૃગ કસ્તુરી ભર્યું હું, સુગંધ માટે બાવરું,
રોમરોમમાં તું જ સમાયો એવું કાં ન ભાળું!

--વર્ષા શાહ

Gujarati Poem by Varsha Shah : 111821734
Kamini Shah 2 year ago

ખૂબ જ સરસ…

Varsha Shah 2 year ago

ખૂબ ખૂબ આભાર!

Varsha Shah 2 year ago

ખૂબ ખૂબ આભાર ભાઇ!

shekhar kharadi Idriya 2 year ago

અત્યંત સુંદર અભિવ્યક્તિ વર્ષાબેન.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now