આખરે આ બધી મનને સમજાવવાની વાત છે.
આખરે આ બધી મનને પટાવવાની વાત છે.
સુખદુઃખ ઊભય તો આવ્યા કરે વારાફરતીને,
આખરે દુઃખમાં હિંમતથી ઝઝૂમવાની વાત છે.
સુખ તો સૌને દરરોજ જોઈએ સહજ કારણ,
આખરે ના મળે તો મનને મનાવવાની વાત છે.
ક્યાં પડે છે ખબર સુખ હોય પગમાં આળોટતું,
આખરે દુઃખ આવતાં ફરિયાદ કરવાની વાત છે.
જો આવડી જાય કલા અનુકૂલનની વ્યવહારે,
આખરે એ દુઃખમાં સામાધાન શોધવાની વાત છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.