Gujarati Quote in Motivational by Chavda Girimalsinh Giri

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે વિચારતા હશો કે આ હીરોઝ ફોટા મુકવાનું શું સજ્યું હશે ?

પણ આ મારી પાંચમા ધોરણ થી લઈને છેક આઠમા ધોરણ સુધીની યાદો છે.

જેને પંદર વર્ષ સુધી સાચવી રાખી છે, હજી પણ યાદ છે એ દિવસો ભલે ધોધમાર વરસાદ પડતો હોય,કે આકરી ગરમી હોય મિત્રો જોડે ફોટે રમવાનું ના ચૂકતો, ફોટા પેલા બાકશ(માચીશ) ની છાપ થી રમતા, જૂનું દફ્તર જે કામ નું ના હોઈ તેમાં અલગ અલગ પ્રકારની છાપું અને ફોટા જ જોવા મળે, એ સમયે લગભગ પાંચ હાજર જેટલી છાપું ભેગી કરેલી , અને એક હજાર જેટલા હીરોઝના ફોટોઓ.

જીવનનીમાં આ વીતેલો સમય પણ ખુબજ આનંદદાયક હતો, કારણકે નહતો ફોન કે નહતી દુનિયાદારી ની સમજ. માત્ર હતો આનંદ આનંદ અને માત્ર આનંદ.

મોટા થવું ભલે કુદરતી નિયમ હોય, પણ મોટા થવાની સાથે તમારી યાદો મોટી નથી થતી કે ભુલાતી નથી,તે હમેશા સમાન જ રહે છે. અને યાદોમાં જીવતું રહેવું એટલે જીવન.

ઘણા મિત્રોને હજીય પણ જયારે વતને મળવાનું થાય ત્યારે , બધું નાનપણથી લઇ જુવાની સુધીની સફરની યાદ આવી જાય છે.

વતનના ધૂળની હરેક કણકણમાં જન્મથી મૃત્યુ સુધીની યાદો વસતી હોય છે. અને છેલ્લે બધીય યાદો સાથે માટીમાં મળી જતી હોય છે.

ગિરિમાલસિંહ ચાવડા

Gujarati Motivational by Chavda Girimalsinh Giri : 111821568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now