જયારે માણસ મૃત્યુ પામે છે ત્યારે એ પૈસા વાળો હોય, રાજકારણી તરીકે સત્તા ની ગાંડ માં ચરબી હોય , ધર્મ ના નામે બિઝનેસ કરી ને કરોડો કમાતો સંત , મુનિ , બાપુ , બાબા હોય કે રસ્તે રઝળતો મુફલિસ હોય શરીર દરેક નું ઠંડુ બરફ જેવું થતું હોય છે. વધુ વખત પડ્યું રહેવા થી એમાં થી વાસ આવવાની , શરીર સડી જવાનું છે એટલે કોઈ એ શરીર ને વધુ વખત રાખવા માંગતું નથી. જે મૃત્યુ થી ડરતો નથી ને કોઈ પણ ઘડી એ મૃત્યુ માટે તૈયાર છે એને સાચો સન્યાસી માનવો કે માનવી . એ જે ધારે એટલું જીવી શકે છે છતાં એને શતાયુ થવું એવી કોઈ ઈચ્છા નથી . એવી વ્યક્તિ ને તમે નથી જાણતા પણ હું જાણું છું . ખબર છે આ વાત માનવી અઘરી છે . મને પોતાને પણ આ વાત અઘરી લાગે છે છતાં જાણું છું જે બધા લોકો માટે અશક્ય હોય એ કોઈક વિરલ આત્મા માટે શક્ય છે જેને ઈચ્છા મૃત્યુ ની પણ કોઈ પરવા હોતી જ નથી. એના માટે આખું જગત એક કુતહુલતા છે .