બી પોઝીટીવ
ઉમર થઈ ગઈ, તો શું થઈ ગયું?
હજુએ વાળમાં ડાય તો છે ને?
કોઈને સ્ટેન્ટ તો કોઈને પેસ મેકર ,
દિલ તો હજુ જુવાન છે ને?
ભલે આંખ માં હોય કેટરેક્ટ,
તો તોફાન પણ છલકાય જ છે ને?
આજુબાજુ નેગેટીવ જ નેગેટીવ,
ગ્રુપ તો પોઝિટિવ છે ને?
એલ ફોર એલ ફાઈવ ભલે ઘસાતા,
મનોબળ તો ટટ્ટાર છે ને ?
આ લડખડાતી જિંદગીમાં ,
' નિજ ', તમારો સાથ તો છે ને?.
.
.
. જતીન ભટ્ટ (નિજ)
94268 61995