કચ્છ મુંજો લગે કૅડો રુપારો,
નિરો નૅમરો લગે વતન રુપારો.
નિલી ઝાડી નીલી થઈ વયૂ વાડી,
ડુંગર નીલા ને લગે સીમ રુપાળી.
લતાઉ ને વેલા વધ્યા વામ જેડા ,
વાડ મથે ફુલ ઉગ્યાં મસ્ત એડા.
સીમ મેં ઉગ્યાં કેડા કુઢર ને કાટોલા,
ડુંગરજી તડ મથા વહીયે તા છૅલા.
ગો, મેયુ , બકરી રેઢું, ને ઊઠ ઘા ચરે,
ઘંટડી જો ઝણકાર સીમ સજી ફેરે.
નર નેરે સીમ નીલી ને મન મેં તો બરે.
વેના હેકડી વાર નિલે ઘા તે ત પગ ઠરે.
નારાણજી જાડેજા (ગામ:ગઢશીશા )
નર
મુન્દ્રા કચ્છ